ઉમરેઠ સીએચસી કેન્દ્રમાં એક્સપાયરી ડેટની દવાઓ સ્ટોરમાં અને ઈન્જેક્શન કચરાપેટીમાંથી મળ્યાં

  • 5 years ago
આણંદ: આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે ઉમરેઠ સીએચસી કેન્દ્રની મુલાકાત લેતાં જ ચોંકી ઉઠ્યા હતા કચરાપેટીમાંથી 2019ની દવાઓ અને ઈન્જેક્શનો અને દવાના કબાટમાંથી એક્સપાયર ડેટની દવાઓનો જથ્થો મળી આવતાં સ્થાનિક મેડીકલ ઓફિસર સહિત સ્ટાફની જાટકણી કરી હતી ડીડીઓએ મુલાકાત લેતાં સવારે સીએચસી કેન્દ્ર ડોક્ટર ફાર્મસી સહિતનો સ્ટાફ ગેરહાજર રહ્યો હતો જેથી તેઓએ ડોક્ટર સહિત સ્ટાફ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને તેઓને નોટીસ પણ પાઠવવામાં આવશે ફાર્મસીની બેદરકારી બહાર આવી હોવાનું જણાયું હતું

Recommended