7600 ફૂટ ઉંચે સક્રિય જ્વાળામુખી પર કપલનું પ્રપોઝ

  • 5 years ago
દુનિયાની કોઈપણ વ્યક્તિ લગ્નની પ્રપોઝલને ખાસ બનાવવામાં માટે કોઈએ ન કર્યું હોય તેવું ડિફરન્ટ કરવા મથતી હોય છે કેનેડાનો યુવક જેરેડે તેની ગર્લફ્રેન્ડને સક્રિય જ્વાળામુખીની ટોચ પર લઇ જઈને મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું જેરેડની ગર્લફ્રેન્ડ એલિસન આ રીતનો લગ્ન પ્રસ્તાવ જોઈને ચોંકી ગઈ હતી જેરેડ અને એલિસન થોડા સમય પહેલાં ઇન્ડોનેશિયાની ટૂર પર ગયા હતા ત્યાં આ કપલે માઉન્ટ બ્રોમોનું ચડાણ કરવાનું નક્કી કર્યું હતું, જે ઇન્ડોનેશિયાનો સક્રિય જ્વાળામુખી છે બંનેએ હિંમત રાખીને 7641 ફૂટ ઊંચા પહાડ માટેનું ચડાણ શરુ કર્યું જેવા બંને જ્વાળામુખીના કિનારા પર પહોંચી ગયા ત્યાં જેરેડ તેના ઘૂંટણ પર બેસી ગયો અને સગાઈની રિંગ એલિસન સામે મૂકીને પૂછ્યું-શું તું મારી સાથે લગ્ન કરીશ? થોડા સમય માટે તો એલિસનને કંઈ ખબર જ ન પડી કે તે સપનું જોઈ રહી છે કે આ હકીકત છે!! અમુક પળ પછી એલિસન તેના બોયફ્રેન્ડ જેરેડને ભેટી પડી અને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો

Category

🥇
Sports

Recommended