360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ બુલેટ ટ્રેન

  • 5 years ago
જાપાનની એક બુલેટ ટ્રેને 360 કિમી પ્રતિ કલાક દોડીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે ટોક્યો ઓલંપિક્સ આવતા પહેલા જાપાને અત્યાર સુધીની સૌથી વધુ ઝડપી દોડનારી બુલેટ ટ્રેનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે N700s મોડલની બુલેટ ટ્રેનો જાપાનમાં 10 વર્ષથી દોડી રહી છે પરંતુ 360 કિમી ચાલનારી આ બુલેટ ટ્રેનમાં ખાસ વાત એ છે કે આ ટ્રેન એનર્જી ઓછી ખાય છે અને ભૂકંપની સ્થિતિથી નિપટવા તેમાં ઘણાં એડવાન્સ સેફ્ટી ફિચર્સ પણ છે આ બુલેટ ટ્રેનને મોયબારા અને ક્યોટો વચ્ચે ચલાવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે સેન્ટ્રેલ જાપાન રેલવે કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ શિંકાસેન બુલેટ ટ્રેનની અત્યાર સુધીની સૌથી વધુ ચાલનારી ટ્રેન છે, જોકે સર્વિસમાં આવ્યા બાદ આ ટ્રેન 285 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે જેની સિરીઝ માટે જાપાને 22 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે જેનું પરિક્ષણ જૂન મહિના સુધી ચાલશે

Recommended