ચિનકુવામાં પાણી માટે લોકોના વલખા, કુવામાં 20 ફૂટ ઊંડે ઉતરીને પાણી ભરવુ પડે છે

  • 5 years ago
રાજપીપળા: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામે ગામથી પાણીના પોકાર સંભળાય છે, ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટાઆંબા ગ્રુપ ગ્રામપંચાયતનું ચિનકુવા ગામમાં પણ પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે ચિનકુવા ગામમાં પાણીનો એક માત્ર સ્ત્રોત 20 ફૂટ ઊંડો કૂવો છે, જે કુદરતી ઝરણા ફૂટતા પાણી ભરાય છે અને ઉનાળામાં આખું ગામ આ કુવામાં પાણી આવે એની ચાતક પક્ષીની જેમ રાહ જુવે છે અને 20 ફુટ ઉંડે ઉતારીને પાણી ભારે છે પાણી પૂરું થઇ જાય ત્યારે ફરી પાણી ઝમે અને કૂવો ભરાઈ ત્યારે ફરી ગ્રામજનોની તરસ છીપે છે સૌથી વધુ ઉનાળામાં આગમને પાણીની તકલીફ પડે છે સરકારી કોઈ યોજના આગમ સુધી પહોંચી નથી

Category

🥇
Sports

Recommended