જ્યારે પાકિસ્તાને લીબિયાના તાનાશાહના નામ પર રાખ્યું સ્ટેડિયમનું નામ

  • 5 years ago
ક્રિકેટ વર્લ્ડ કપના ઓછા જાણીતા કિસ્સાઓની સીરિઝમાં આજે જણાવીશું એક સ્ટેડિયમનો કિસ્સો



- એક એવા સ્ટેડિયમની વાત, જેમાં રમાઈ હતી એક વર્લ્ડકપની ફાઈનલ

- એક એવું સ્ટેડિયમ જેનું નામ એક એવા વ્યક્તિના નામ પરથી રખાયું છે જેનો આ રમત જોડે કોઈ જ સંબંધ નથી



- એક એવું સ્ટેડિયમ જેમાં રમાયેલ એક મેચ પછી પાકિસ્તાનમાંથી ઈન્ટરનેશનલ ક્રિકેટ જ ખતમ થઈ ગઈ હતી

- એક એવું સ્ટેડિયમ જેને ક્રિકેટના મક્કા લોર્ડસ કે ભારતના ઈડન ગાર્ડન જેવું મહત્વ અપાયું છે



આ સ્ટેડિયમ છે લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ

ગદ્દાફી, લિબીયાનો તાનાશાહઆતંકનો પર્યાયસોનાનાં ઈન્ટિરિયરવાળો મહેલ, સુંદર મહિલા બોડિગાર્ડસ,,બરાબરએ જ ગદ્દાફી પરંતુ પ્રશ્ન એ છે કે, તેના નામથી પાકિસ્તાનમાં એક ક્રિકેટના મેદાનનું નામ શા માટે રાખવામાં આવ્યું હશે?



આવી જ ઓછી જાણીતી વાત છે કેમેરાક્રિકેટકિસ્સામાં



તો થયું એવું હતું કે,



ઝુલ્ફીકાર અલી ભુટ્ટો લીબિયન તાનાશાહને પોતાના બેસ્ટ ફ્રેન્ડ માનતા હતા તેમણે જ ગદ્દાફીના નામ પર આ સ્ટેડિયમનું નામ રાખ્યું હતુ કેમ કે ભુટ્ટો માનતા હતા કે ગદ્દાફી તેમના મોટા મદદગાર છે ત્યારે તકલીફો પણ ઓછી નહોતી પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારના નામ બદલવાની ફેશન નથી અને લાહોરમાં તો આજે પણ ધનીરામ-ચેતરામ માર્ગ, ભરત નગર, કિલા ગુજ્જરસિંહ, કિલા લક્ષ્મણસિંહ, રામ ગલી, ગંગારામ રોડ જેવા નામ જોવા મળે છે એટલે જ નામ બદલવા માટે ભુટ્ટો સાહેબને ખૂબ મહેનત કરવી પડી પરંતુ, ભુટ્ટો ત્યારે પાકિસ્તાની રાજનીતિના કદાવર નેતા હતા એમની પ્રતિષ્ઠા એવી હતી કે કોઈનામાં તેમનો વિરોધ કરવાની હેસિયત નહોતી સાથે જ તેઓ એ સમયના પાકિસ્તાનના PM હતા તેથી જ 1974માં બીજી ઈસ્લામિક કોન્ફરન્સ દરમ્યાન આ સ્ટેડિયમનું નામ બદલાયું અને એક એવા શખ્સના નામ પર રખાયું જેણે પોતાની આખી જીંદગીમાં કદાચ આ રમતને જોઈ પણ નહીં હોય



1996ના વર્લ્ડ કપ ફાઈનલ માટે મુઘલ શૈલીમાં આ સ્ટેડિયમને શણગારાયું હતુ અહીં જ પાક ક્રિકેટ બોર્ડની ઓફિસ પણ આવેલી છે



હવે વાત કરીશું બીજા કિસ્સાની



એક ખૂબ ખતરનાક કિસ્સો આ સ્ટેડિયમ સાથે જોડાયેલો છે જેણે પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટનો ખાત્મો જ કરાવી દીધો હતો બન્યું એવું હતું કે શ્રીલંકન ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી તેમની બીજી ટેસ્ટ આ જ મેદાનમાં હતી3 માર્ચ 2009ના દિવસે શ્રીલંકન ટીમ હોટલમાંથી એક બસમાં બેસી ગદ્દાફી સ્ટેડિયમ જવા નીકળીજ્યારે તેઓ લિબર્ટી ચાર રસ્તા પાસે પહોંચ્યા કે, તેમના પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો 8 ખેલાડીઓ ઘાયલ થયા,, જેમાં કેપ્ટન મહેલા જયવર્દને પણ સામેલ હતા ખેલાડીઓને સ્ટેડિયમથી એરલિફ્ટ કરીને સીધા એરપોર્ટ પર લવાયા અને ત્યાંથી સીધા જ શ્રીલંકા મોકલી દેવાયા હતા



જો કે ત્યારબાદ શ્રીલંકન ટીમ 2017માં ટી-20 મેચ રમવા માટે પાકિસ્તાન ગઈ હતી તે ટીમમાં બે ખેલાડીઓ ચમારા કપૂગદેરા અને સુરંગા લકમલ પણ હતા જેઓ એ ટીમનો પણ ભાગ હતા જેમના પર આતંકી હુમલો કરાયો હતો



એક ખાસ વાત પણ આ સ્ટેિડયમ સાથે જોડાયેલી છેઅહીં ત્રણ હેટ્રિક લેવામાં આવી છે પાકિસ્તાનના અકરમ, મોહમ્મદ સમીએ શ્રીલંકા સામે અને ન્યૂઝીલેન્ડના પીટર પેથરિકે પાકિસ્તાન સામે આ જાદૂ દેખાડ્યો હતો

Recommended