કઠુઆ રેપ-મર્ડર કેસમાં 3ને આજીવન કેદ, 3ને 5 વર્ષની સજા

  • 5 years ago
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં પઠાનકોટ કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે, જ્યારે એક આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો છે દોષિતોને સોમવારે જ સજા સંભળાવવામાં આવતા 6 દોષિતમાંથી ત્રણને આજીવન કેદ જ્યારે અન્ય ત્રણને 5-5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે જે દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તેમાં સાંઝી રામ, દીપક ખજુરિયા, પ્રવેશ કુમાર સામેલ છે જ્યારે તિલક રાજ, આનંદ દત્તા અને સુરેન્દ્ર કુમારને 5-5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે કોર્ટે સાત આરોપીઓ વિરૂદ્ધ સુનાવણી કરી હતી ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે એપ્રિલમાં તમામ 8 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાંથી એક આરોપી સગીર છે ચુકાદાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન ગોઠવવામાં આવી છે

Recommended