કર્ણાટકના સ્પીકર રમેશ કુમાર બળવાખોર ધારાસભ્યો મુદ્દે કોર્ટને પોતાના નિર્ણયની જાણ કરશે

  • 5 years ago
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિધાનસભા સ્પીકર કેઆર રમેશકુમારને ગુરૂવારે સાંજે 6 વાગ્યે મળ્યાં હતા જે બાદ તેઓ મુંબઈ પરત ફર્યા છે સુપ્રીમ કોર્ટના આદેશ પછી તમામ જેડીએસ અને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા હતા બળવાખોર ધારાસભ્યો બુધવારે રમેશ કુમાર પર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેઓએ કહ્યું હતું કે વિધાનસભા સ્પીકર જાણીજોઈને રાજીનામું સ્વીકારતા નથી અને તેમાં મોડું કરી રહ્યાં છે

અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે રમેશ કુમારને કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પર ઝડપથી નિર્ણય લો અને શુક્રવાર સુધીમાં કોર્ટને જણાવો જે બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મને નિર્ણય લેવાનું કહ્યું છે મેં દરેક વસ્તુની વીડિયોગ્રાફી કરી છે આ દરેક વસ્તુ હું કોર્ટને મોકલીશ તેઓએ કહ્યું, "એવું કહેવાય છે કે મેં પ્રક્રિયામાં મોડું કર્યું, જે ખોટી વાત છે રાજ્યપાલે મને 6 જુલાઈએ જાણકારી આપી અને ત્યારે હું ઓફિસમાં જ હતો આ પહેલાં કોઈ ધારાસભ્યએ મને તેમ નથી જણાવ્યું કે તેઓ મળવા આવી રહ્યાં છે" સ્પીકરે ગુરૂવારે કહ્યું હતું કે ધારાસભ્યોના રાજીનામા પ્રમાણિક છે કે નહીં તે તપાસવામાં મને આખી રાત જેટલો સમય લાગ્યો હતો

Category

🥇
Sports

Recommended