હિમતનગર: મોયદ પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર- નર્સ જૂહી શર્માને સબસેન્ટરમાં ચાલુ ફરજ દરમિયાન આશાવર્કર, એફએચ ડબલ્યુ પાસે માડી ચૌદ ભૂવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી છોરુડાને ખમ્મા કહેતી ર્માં મોગલ માડીના ગરબાની તર્જ પર ગરબા ગવડાવવા સહિત જોક્સ વગેરેના વીડીયો ઉતારી ટીકટોક પર વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો છે પીએચસીના માધ્યમથી જિલ્લા આરોગ્ય અધિકારીને વીડીયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનુ પાલન ધોરણ ન જાળવવાને મામલે સસ્પેન્ડ કરી દીધી છે
Category
🥇
Sports