• 5 years ago
જો તમને જૂના મેલોડિયસ સોન્ગ સાંભળવા ગમતા હશે તો ચોક્કસઝોમેટોના ડિલિવરી બોયની આ સૂમધૂર પેશકશ પણ ગમશે જ ગુવાહાટીના અનિરબાન ચક્રવર્તી નામના ઝોમેટો ક્સ્ટમરની રિક્વેસ્ટ પર ડિલિવરી બોયે 1976માં રિલીઝ થયેલી ફિલ્મ ચિતચોરનું ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા’ ગીત ગાયું હતું ગ્રાહકે જ આ વીડિયો રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ તે વાઈરલ થયો હતો પ્રાંજિત હાલોઈ નામના આ ડિલિવરી બોયનો સોલફુલ અવાજ યૂઝર્સને ઈમ્પ્રેસ કરી ગયો હતો જોતજોતામાં જ આ વીડિયોને 9 હજાર લોકોએ શેર કર્યો હતો

અનિરબાન ચક્રવર્તીએ ગયા સપ્તાહે ફૂડ ઓર્ડર કરીને આ ડિલિવરી બોયની પ્રોફાઈલ ઝોમેટો એપ પર જોઈ હતી જેમાં પ્રાંજિત હાલોઈએ લખ્યું હતું કે તે સિંગર બનવા માગે છે બસ પછી જ્યારે પ્રાંજિતે ચક્રવર્તીના ઘરે જઈને ફૂડ ડિલિવર કરવા ડોરબેલ વગાડી કે તરત જ તેમણે તેને એક સોન્ગ ગાવાની રિક્વેસ્ટ કરી હતી બસ પછી આ સોન્ગ ગાઈને પ્રાંજિત માત્ર અનિરબાનને જ નહીં અનેક યૂઝર્સને પણ તેના અવાજથી મોહી લીધા હતા

Category

🥇
Sports

Recommended