સરકારી સ્કૂલના બાળકોને મિડ-ડે મીલમાં પીરસાયું રોટી અને મીઠું

  • 5 years ago
પૂર્વી ઉત્તરપ્રદેશના મિર્જાપુર જિલ્લાની એક સરકારી સ્કૂલમાં ધોરણ 1થી 8ના 100 સ્ટૂડન્ટ્સને મિડ-ડે મીલમાં રોટલી અને મીઠું પીરસવામાં આવ્યું હતુ જેનો વીડિયો સામે આવ્યો છે સરકારી સ્કૂલમાં ભણતા ગરીબ પરિવારના બાળકોને ઉચિત પોષણ અને આહાર મળે તે માટે કેન્દ્ર સરકારે મિડ-ડે મીલ યોજના શરૂ કરી હતી યૂપી મિડ ડે મીલ ઓથોરિટી પૂરા રાજ્યમાં તેની દેખરેખ નીચે કામ કરે છે જેની વેબસાઇટ પર મિડ-ડે મિલનું મેન્યૂ આપવામાં આવ્યું છે મેન્યૂમાં દાળ-ભાત રોટલી અને સબ્જી છે ખાસ દિવસોમાં દૂધ અને ફળ આપવાની પણ જોગવાઈ છે

Recommended