ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતો વીડિયો વાઈરલ, ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો

  • 5 years ago
ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે વાઈરલ થયેલા આ વીડિયોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છેતેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે પુલકિત વ્યાસ અધિકારીઓ પરાગભાઈ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સાહેબ વગેરેના નામનો ઉલ્લેખ કરી સાચવી લેવાનું કહે છે તેમજ એક બાંધકામ મામલે કોર્પોરેટર પુલકિત વ્યાસ બિલ્ડર પુલિકત વ્યાસને 10 હજાર રૂપિયા આપે છે પરંતુ કોર્પોરેટર કહે છે આટલામાં કશું ન થાય તેમ કહી બીજા પૈસા માંગે છે અને રૂ5 હજાર વધુ ઉમેરી 15 હજારની માગણી કરે છે સાહેબથી હું સાચવી લઈશ, મને મારું મળી જવું જોઈએ જ્યારે બિલ્ડર એક જગ્યાએ કોંગ્રેસના પ્રદેશ મંત્રી રાજેશ સોનીનું નામ પણ લે છે આ વીડિયો સામે બાદ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે પુલકિત વ્યાસને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે

Recommended