પાવાગઢ પર્વત ઉપરથી મંદિરના પગથિયે વહેતું વરસાદી પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું

  • 5 years ago
પાવાગઢ: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી શરૂ થઇ ગઇ છે છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય જવાની સ્થિતિઓ ઉભી થઇ ગઇ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પણ પાણીમાં ફેરવાયું છે પાવાગઢના પગથિયા ઉપર વરસાદનું પાણી વરસી રહ્યું છે દર્શનાર્થીઓ આ સમગ્ર દ્રશ્યોના વીડિયો ઉતારતા જોવા મળ્યા છે કેટલાક લોકો તો પગથિયા ઉપર ઉભા રહીને સેલ્ફી પડાવતા પણ નજરે ચઢ્યાં છે

Category

🥇
Sports

Recommended