રાજનાથસિંહે પાકિસ્તાનને કહ્યું- કાશ્મીર ક્યારે તમારો ભાગ હતો કે તેના માટે રડી રહ્યાં છો

  • 5 years ago
અનુચ્છેદ 370 હટાવાયા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુરુવારે પહેલી વખત લદ્દાખ ગયા છે તેમણે લેહ જિલ્લામાં DRDOના 26માં કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યું તેમણે કહ્યું કે, હું પાકિસ્તાનને પુછવા માગું છું કે, કાશ્મીર ક્યારે પાકિસ્તાનનો ભાગ હતું જે પાકિસ્તાન તેના માટે રોદડાં રડી રહ્યું છે કાશ્મીર ભારતનું છે જેમાં પાકિસ્તાને કોઈ લેવા દેવા ન રાખવા જોઈએ સત્ય તો એ છે કે પીઓકે અને ગિલગીટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે કબ્જો કર્યો છે ત્યારબાદ રક્ષા મંત્રીએ પાકિસ્તાન-ચીન સીમા પર સુરક્ષા અંગે સેનાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી

અનુચ્છેદ 370 હટાવ્યા અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ અને રાજનાથસિંહ રક્ષામંત્રી બન્યા બાદ પહેલી વખત લદ્દાખના પ્રવાસે છેઅહીં તેમણે કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યું હતું આ અંગે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સ્ટ્રેટેજિક ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે આ મહત્વનું પગલું છે

Category

🥇
Sports

Recommended