ભારતને 18-19 મહિનામાં S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મળી જશેઃયૂરી બોરીસોવ

  • 5 years ago
રશિયાના ઉપ વડાપ્રધાન યુરી બોરીસોવે ભારતને ટૂંક સમયમાં જ એસ-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી આપવાની વાત કરી હતી બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1થી કહ્યું કે ભારતે આ મિસાઈલ સિસ્ટમ માટેની ચુકવણી કરી દીધી છે તેમના કહ્યાં પ્રમાણે, 18થી 19 મહિનાઓમાં આ સિસ્ટમ ભારતને મળી જશે

ગત વર્ષે 5 ઓક્ટોબરે ડિફેન્સ સિસ્ટમ માટે દિલ્હીમાં ભારત- રશિયાની વાર્ષિક દ્ધિપક્ષીય બેઠકમાં ભારતે રશિયા સાથે 543 અબજ ડોલર(38 હજાર 933 કરોડ રૂપિયા)ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ગત મહિને વિદેશ મંત્રી એસ જયશંકર પોતાને રશિયા સમકક્ષ સર્ગેઈ લાવરોવને મળવા પહોંચ્યા હતા તે સમયે રશિયાની ફેડરલ સર્વિસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું તે, ભારત સાથેના એસ-400ના એડવાન્સ પેમેન્ટના મુદ્દાનું સમાધાન કરી દેવાયું છે

Recommended