રાહુલ ગાંધી માટે કાશ્મીર રાજકીય મુદ્દો,અમારા માટે દેશભક્તિ - શાહ

  • 5 years ago
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણયનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કાશ્મીર રાજકીય મુદ્દો છે, પરંતુ અમારા માટે તે દેશભક્તિ છે કોંગ્રેસે કાશ્મીરમાં નરસંહારનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે, પરંતુ ત્યાં એક ગોળી પણ ચલાવાઈ નથી હવે ચૂંટણીમાં નિર્ણય જનતાએ કરવાનો છે કે કોનો સાથ આપવો જોઈએ

શાહે કહ્યું કે, રાહુલ બાબા આપણી પેઢીઓ ક્યારેય કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછી નથી રહી અનુચ્છેદ 370 ખતમ કરવો એ ભાજપ માટે કોઈ રાજકીય મુદ્દો ન હતો તે ભારત માતાને અખંડ બનાવવાનો સંકલ્પ છે તમને આમાં રાજનીતિ દેખાઈ રહી છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે 1950માં સરદાર પટેલના મૃત્યુ બાદ 1952માં દિલ્હી કરાર થયો હતો, જે અનુચ્છેદ 370નો પાયો હતો ત્યારબાદ 370 અને 35A લગાવાઈ હતી તેના જ કારણે ભારતનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો ન હતો

Recommended