• 6 years ago
રાજકોટ:માણાવદર તાલુકાના કટકપરા ગામે નટ સમાજ (વાદી જ્ઞાતિ)નો એક પરિવાર રહે છે આ પરિવારના ચંદ્રાબેનનો ચારેક દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો આ વીડિયોમાં તેમનો અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો લાગતો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેને લોકો જોઇ રાનુ મંડલની યાદ અપાવી રહ્યા છે ચંદ્રાબેન ઘરે ઘરે જઇ ગીતો ગાય ભિક્ષાવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે DivyBhaskarએ તેના પુત્ર સુરેશભાઇ સાથે વાતચીત કરી હતી

ચંદ્રાબેનના પતિ પણ ભિક્ષાવૃત્તિ કરવા સાથે જાય છે

ચંદ્રાબેનના પતિ ચકુભાઇ પરમાર પણ તેની સાથે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે ક્યાંક અનાજ તો ક્યાંક રૂપિયા મળી રહે છે તેનો પરિવાર કરૂણ ગરીબીમાં જીવન નિર્વાહ કરી રહ્યો છે નાનકડી ઓરડીમાં રહે છે ચંદ્રાબેનને સંતાનમાં ત્રણ દીકરા લક્ષ્મણ, સાગર અને સુરેશ છે અને દીકરીમાં કાજલ અને જાહલ છે ચંદ્રાબેન લોકગીતો, માતાજીના ગરબા ગાય છે

સગાસંબંધીઓ સાભળવા ઘરે આવે છે

2500 જેટલી વસ્તી ધરાવતા કટકપરા ગામમાં ચંદ્રાબેનને સાંભળવા ખાસ સગા સંબંધીઓ તેઓના ઘરે આવે છે બાળપણથી જ તેઓ ગાવાના શોખિન છે ગામડે ગામડે જઇ લોકગીતો, ભજન ગાય લોકોને ખુશ કરી ભિક્ષામાં આવેલું અનાજ અને ધનથી પરિવાર ચલાવે છે

(સૌજન્ય તસવીરો: નિલેશ પાણખાણીયા, માણાવદર)

Category

🥇
Sports

Recommended