હરીફની હાલત કથળતાં તેનું બાવડું પકડીને 5000 મીટરની રેસ પૂર્ણ કરાવી, હૃદયસ્પર્શી મોમેન્ટનો વીડિયો વાઈરલ

  • 5 years ago
સ્પોર્ટ્સ એ ખેલદિલીની રમત પણ કહી શકાય, દુનિયાની અનેક ગેમ્સમાં આવી અનોખી સ્પૉર્ટ્સમેનશિપની વેળા જોવા મળે છે જેમાં સ્પર્ધક પણ બધું જ ભૂલી જઈને તેમના હરીફને મદદ કરીને દુનિયાની નજરે હીરો બની જાય છે આવી જ એક હૃદયસ્પર્શી મોમેન્ટ જોવા મળી હતી દોહામાં ચાલી રહેલી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 5000 મીટરની દોડમાં આ સ્પર્ધામાં અરૂબાના જોનાથનની હાલત કથળતાં જ ગિની બિસાઉના બ્રેમા ડેબોએ તેનું બાવડું પકડીને તેને છેક ફિનિશ લાઈન સુધી લઈ જઈને રેસ પૂર્ણ કરવામાં મદદ કરી હતી શુક્રવારે મેદાનમાં સર્જાયેલી આવી અનોખી મોમેન્ટ જોઈને ત્યાં હાજર હજારો દર્શકોએ પણ ડેબોની આવીસ્પૉર્ટ્સમેનશિપને વધાવી લીધી હતી આ ક્ષણોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો આ અંગે પ્રતિક્રિયા આપતાં બ્રેમા ડેબોએ કહ્યું હતું કે ગરમીના કારણે તેની કથળેલી હાલત જોઈને મેં તેને ક્રોસ લાઈન પાર કરાવવાનો નિર્ણય કર્યો હતો મારી જગ્યાએ કોઈ અન્ય સ્પર્ધક હોત તો તેણે પણ કદાચ તેને આવી મદદ કરી હોત

Category

🥇
Sports

Recommended