ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટર કેસમાં અખિલેશ યાદવે સવાલ ઊભા કર્યા

  • 5 years ago
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટર કેસમાં યોગી સરકાર અને પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે ગુરુવારે અખિલેશ યાદવે કહ્યું છે કે, યુપીમાં રામ રાજ્ય નહીં પરંતુ નાથૂરામ રાજ્ય ચાલે છે અખિલેશે કહ્યું કે, પુષ્પેન્દ્રનું નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે મને અને તમને સરકારે શૌચાલયમાં વ્યસ્ત કરી દીધા છે અને તેઓ પોતે મોટી મોટી ડીલ કરી રહ્યા છે બુંદેલખંડમાં બનનાર ડિફેન્સ કોરિડોરમાં શું બનાવવામાં આવશે? જ્યારે ફ્રાન્સથી લીંબુ મુકીને રાફેલ લાવવામાં આવશે તો લડાકુ વિમાનનો કયો પાર્ટ અહીં બનાવાશે?

પોલીસના જણાવ્યા પ્રમાણે, રેતીથી ભરેલી ટ્રકને સીઝ કરતા ગુસ્સે થયેલા પુષ્પેન્દ્રએ શનિવારે રાતે મોંઠના પોલીસ ઈન્સપેક્ટર ધર્મેન્દ્ર સિંહ ચૌહાણને ગોળી મારી હતી તેને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારપછી પોલીસે પુષ્પેન્દ્રને ગુરસરાય વિસ્તારમાં ઘેરી લીધો અને અથડામણ દરમિયાન ગોળી વાગતા મોત થઈ ગયું

Recommended