ડોનાલ્ડ ટ્રંપથી કમ નથી શી જીનપિંગની સિક્યોરિટી, હથિયારોથી સજ્જ છે લિમોઝિન કાર

  • 5 years ago
ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ 11 અને 12 ઓક્ટોબર ભારતના પ્રવાસે છે મોદી-જિનપિંગની આ ખાસ મિટિંગ જ્યાં થવાની છે તે તમિલનાડુનું મહાબલિપુરમ શહેર હાલ સૈન્યની છાવણીમાં તબદીલ કરી દેવાયુ છે 10 હજાર જેટલા પોલીસ જવાનો શહેરની સુરક્ષામાં લગાવી દેવાયા છે એવુ નથી કે આ અભૂતપુર્વ સુરક્ષા શી જીનપિંગને માત્ર ભારતમાં જ મળી રહી છે ચીનના રાષ્ટ્રપતિ ચીનમાં હોય કે વિદેશમાં તેમની સુરક્ષા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવી જ છે જીનપિંગની સુરક્ષાની જવાબદારી ચીનના સેન્ટ્રલ સિક્યોરિટી બ્યૂરો પર છે અને તેને ખાસ રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જ બનાવવામાં આવી છે આ સિક્યોરિટી બ્યૂરોમાં ચીની સૈન્યની કેટલાંક રેજીમેન્ટમાંથી સૌથી ઉત્તમ જવાનોને પસંદ કરવામાં આવે છે તેમને કડક ટ્રેનિંગ આપવામાં આવે છે આ ટ્રેનિંગ કોઈ પણ પરિસ્થિતિમાં હથિયાર અને વગર હથિયારે દુશ્મનોથી રાષ્ટ્રપતિની સુરક્ષા કેવી રીતે કરવી તે પ્રકારની હોય છે આ એજન્સીમાં કુલ 8 હજાર જવાનો છે જિનપિંગની સુરક્ષામાં તૈનાત જવાનો પાસે અતિઆધુનિક 05 મશીનગન અને બ્રાઝિલયન પિસ્ટલ 709 જેવા હથિયારો હોય છે સૌથી ખાસ વાત તો એ છે કે જિનપિંગની સુરક્ષામાં તૈનાત પર્સનલ કમાન્ડોને થોડી થોડી વારે બદલી દેવામાં આવે છે ચીની રાષ્ટ્રપતિ વિદેશમાં જ્યાં પણ જાય છે તેમની બ્લેક લિમોઝીનમાં જાય છે આ કોઈ સામાન્ય ગાડી નથી પણ એક યુદ્ધ ટેંક જેવી કાર છે લિમોઝીન હોંકી N501માં દુશ્મનોના હુમલાનો જવાબ આપવાની પુરી વ્યવસ્થા છે તેની વિન્ડો અને દરવાજા ભારે હથિયારોથી સજ્જ છે આખી કાર બુલેટપ્રુફ છે જે ગોળીઓ અને બોમ્બને સરળતાથી જીલી શકે છે તેમની કારમાં સિક્યોરિટી માટેની ખાસ કઈ વ્યવસ્થાઓ છે, તેનો ખુલાસો ક્યારેય કરવામાં આવતો નથી આ ખાસ લિમોઝીનમાં 402 હોર્સ પાવરનું એન્જીન લાગેલુ છે જે તેને વધુ તાકાતવાન બનાવે છે, આ કારમાં એક વખત ગેસ ટેંક ફૂલ કર્યા બાદ તે સતત 500 માઇલ સુધી ચાલી શકે છે 18 ફૂટની આ લક્ઝરી સેડાનમાં ટર્બો ચાર્જ્ડ એન્જીન વી-8 લાગેલુ છે જે ભારે ભરખમ હોવા છતાં કારને ગજબની સ્પીડ આપે છે અને જ્યારે શી જિનપિંગ મહાબલિપુરમમાં છે ત્યારે આખા શહેરની સુરક્ષા એટલી ટાઇટ કરી દેવાઈ છે કે કોઈ પંખી પણ પગ પેસારો કરી શકે નહીં

Recommended