કમલેશ તિવારીના પરિવારને સુરક્ષા મળશે - યોગી આદિત્યનાથ

  • 5 years ago
ઉત્તર પ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડની ગુત્થી 24 કલાકમાં જ ઉકેલી દીધી છે રશીદ પઠાણ નામનો વ્યક્તિ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે શનિવારે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ મામલે ત્રણ લોકોની ગુજરાતના સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા આ હત્યાકાંડમાં સામેલ ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમને યુપી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે આ કેસમાં પહેલાં કમલેશ તિવારીનો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે તૈયાર નહતો પરંતુ હવે યુપી સરકારે પરિવારને સુરક્ષાનો વાયદો આપ્યો છે અને દીકરાને લાઈસન્સવાળું હથિયાર આપવાની પણ મંજૂરી આપતા પરિવારે કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે