વડોદરા: વડોદરા શહેરના હાર્દ સમા ન્યાયમંદિર વિસ્તારમાં મંગળબજાર આવેલું છે મંગળ બજારમાં પથારા અને લારીવાળાઓનું સામ્રાજ્ય છે આ મંગળ બજારમાંથી જાહેર રસ્તો પસાર થાય છે આ રસ્તો ચાલુ કરવા માટે અનેક વખત તંત્ર દ્વારા નિષ્ફળ પ્રયાસો થયા છે પરંતુ, વડોદરા મહાનગરપાલિકા, શહેર ટ્રાફિક પોલીસ અને સિટી પોલીસ તંત્રની ઇચ્છા શક્તિના અભાવે મંગળ બજારનો જાહેર રસ્તો શરૂ થતો નથી વર્ષોથી મંગળ બજારમાં પથારાવાળા અને લારીઓવાળાઓએ ગેરકાયદેસર સામ્રાજ્ય જમાવેલું છે વર્ષોથી માથાભારે તત્વોને પથારાવાળા અને લારીઓવાળાઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરે છે મંગળ બજારમાં પથારાવાળા અને લારીવાળાઓએ જમાવેલા સામ્રાજ્યના કારણે ન્યાય મંદિર વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટ્રાફિક જામ રહે છે તેમ છતાં તંત્ર દ્વારા મંગળ બજારમાંથી જાહેર રસ્તો કાયમી ધોરણે ચાલુ કરવામાં ધરાર નિષ્ફળ ગયું છે
Category
🥇
Sports