આણંદના મહિલા પ્રોફેસરની ફૂટપાથ સ્કુલ, દરરોજ દોઢ કલાક અંગ્રેજી-ગુજરાતીના ક્લાસ ચાલે છે

  • 5 years ago
આણંદ

: શિક્ષકદિનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મોટાભાગના શિક્ષકો માટે આ એક દિવસ એવો હોય છે કે જેમાં તેમને ભણાવવામાંથી છૂટ્ટી હોય છે અને વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે અને આ રીતે તેઓ શિક્ષકદિનની ઊજવણી કરતા હોય છે ત્યારે આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર માટે દરરોજ શિક્ષક દિન હોય છે અહીં આ કહેવું એટલા માટે ઉચિત ગણાશે કે, આ મહિલા છેલ્લાં ત્રણ મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત પંદરથી વીસ શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે

Recommended