સ્પોર્ટ્સ ડેસ્ક:વિરાટ કોહલી સોમવારે 31 વર્ષનો થઇ ગયો છે આ અવસર પર તેણે 15 વર્ષના ચીકૂ (પોતાને) એક પત્ર લખ્યો હતો વિરાટે લખ્યું કે- "હાઇ ચીકૂ,સૌથી પહેલા તો જન્મદિનની ખુબ-ખુબ શુભકામના મને ખબર છે કે તારી પાસે પોતાના ભવિષ્યને લઈ ઘણા બધા સવાલો હશે,જેનો જવાબ તું મારી પાસે જાણવા ઈચ્છતો હોઈશ હું માફી માંગુ છું કેમકે તેમાથી મોટાભાગના જવાબ નહીં આપી શકું આમ એટલા માટે કેમકે ભવિષ્યમાં તમારા માટે શું રાખ્યું છે તેની જાણકારી ન હોવી તે કોઈ પણ સરપ્રાઈઝને સુખદ બનાવે છે તે તમામ પડકારોને રોમાંચક બનાવે છે અને નિરાશાને આવેલી તકમાં ફેરવી નાખે છે, જેનાથી તમને ઘણું શીખવા મળે છે ભલે તને આજે આ વાત ન સમજાય પણ લક્ષ્ય કરતા વધુ મહત્વ છે લક્ષ્ય સુધી પહોંચવાની સફર
Category
🥇
Sports