ઑસ્ટ્રેલિયામાં ધૂળની આંધી, આકાશ નારંગી થયું, તાપમાન 40 ડિગ્રી

  • 5 years ago
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના શહેર મિલ્ડુરામાં 40 કિમીની ઝડપે ધૂળની આંધી ચાલી રહી છે તેનાથી શહેરનું આકાશ નારંગી થઈ ગયું છે તાપમાન 11 ડિગ્રી વધીને 40 ડિગ્રીએ પહોંચી ગયું હતું આટલા તાપમાનને કારણે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ પ્રાંતનાં જંગલ-ઝાડીઓમાં આગ લાગી હતી દૃશ્યતા 4 કિમીથી અડધી કિમી થઇ ગઈ હતી ઈમારતો અને માર્ગો પણ યોગ્ય રીતે દેખાતા નહોતા લોકો ઘરમાંથી બહાર નીકળતા નથી સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે એવું લાગે છે કે જાણે તે મંગળ ગ્રહ પર આવી ગયા છે તેમણે છેલ્લાં 10 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં આવી આંધી જોઇ નથી અનેક લોકો ખાસ કરીને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે

Recommended