સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસે પર આપેલા નિવેદન અંગે માફી માંગી

  • 5 years ago
શિયાળુ સત્રમાં શુક્રવારે ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસે પર આપેલા નિવેદન અંગે માફી માંગી છે, તમણે કહ્યું કે છેલ્લા ઘટનાક્રમમાં મારા દ્વારા કરવામાં આવેલા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે સંસદમાં મારા દ્વારા કરવામાં આવેલા નિવેદનને તોડી મરોડીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે મારા નિવેદનનો સંદર્ભ કોઈ બીજો હતો અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે આ નિંદાને પાત્ર છે હું મહાત્મા ગાંધીનું સન્માન કરું છું આ ગૃહમાં એક સભ્ય દ્વારા મને આતંકવાદી કહેવામાં આવી, મારા વિરૂદ્ધ તત્કાલિન સરકારોએ ષડયંત્ર રચ્યા હતા પરંતુ કોર્ટમાં મારી સામેનો એકપણ આરોપ સાબીત નથી થયો આ રીતે કોઈને આતંકી કહેવું કાયદાનું અપમાન છે આ રીતે એક સાંસદ, એક મહિલા અને એક સંન્યાસીને આ રીતે આતંકવાદી કહીને મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હું રાજકીય કાવતરાની શિકાર બની રહી છું મને શારીરિક-માનસિક રીતે હેરાન કરાઈ હતી

Recommended