વિસનગર: આજે 18મી ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે સાડા અગિયારે વિસનગરથી મોટી સંખ્યામાં પાટીદારોએ નાચતા નાચતા પગપાળા ઊંઝા જવા રવાના થયા હતા ડીજેના તાલે પાટીદારોએ મા ઉમાના મહાઉત્સવમાં હાજરી આપવા હર્ષોલ્લાસ સાથે રવાના થયા હતા 3 ડીજેના તાલે માના ઉત્સવમાં વિસનગરથી પાટીદારોએ લક્ષચંડી મહાયજ્ઞ જોડવા પ્રયાણ કર્યુ હતું આ યજ્ઞમાં મોટી સંખ્યામાં વિશ્વભરના પાટીદારો સહિતના તમામ વર્ણના લોકો હાજર રહેવાના છે ઉલ્લેખનીય છે કે વિસનગર પંથકમાં મોટી સંખ્યામાં પાટીદારો રહે છે અને તેને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે
Category
🥇
Sports