તિરુવનંતપુરમમાં કેદીઓ દ્વારા સંચાલિત મેલ બ્યૂટી પાર્લર બન્યું, દાવો- સૌથી સસ્તામાં સર્વિસ આપે

  • 5 years ago
કેરલના તિરુવનંતપુરમાં પૂજાપુરા સેન્ટ્રલ જેલ પ્રશાસને પુનર્વાસ મિશન અંતર્ગત મેન્સ માટે બ્યૂટી પાર્લર શરૂ કર્યું છે આ સલોનને 20 કેદીઓ દ્વારા ચલાવવામાં આવે છે જ્યાં હેર કટિંગ, સેવિંગ, મેનીક્યોર, પેડિક્યોર અને ફેશિયલની સુવિધાઓ આપવામાં આવે છે જેલ અધિકારીઓએ દાવો પણ કર્યો હતો કે આખા શહેરમાં આના કરતાં સસ્તા દરે કોઈ જ સ્થળે આવી સેવાઓ નહીં મળે આ બ્યૂટી પાર્લરને શરૂ કરવા માટે એક જૂના ભવનને રિનોવેટ કરવામાં આવ્યું છે જેની પાછળ અંદાજે નવ લાખનો ખર્ચો થયો હતો સોમવારે ઓપન થયેલા આ બ્યૂટી પાર્લરમાં 20 કેદીઓ શિફ્ટ પ્રમાણે કામ કરશે આવી હટકે પહેલ કરવાનું કારણ પણ સજા કાપ્યા બાદ કેદીઓ પગભર થઈને સમાજની મુખ્યધારામાં જોડાઈ શકે તે છે જેલ અધિકારીએ તેમનો આગળનો પ્લાન જણાવતાં કહ્યું હતું કે આગામી સમયમાં તેઓ શહેરમાં મહિલા કેદીઓ દ્વારા સંચાલિત આવું ફિમેલ બ્યૂટી પાર્લર પણ શરૂ કરશે

Recommended