બાળકોની સેફ્ટીનો મામલો, દિવ્યભાસ્કરના અહેવાલ બાદ મંકી બ્રિજ નીચે ગાદલા મુકાવ્યા-સેફ્ટી બેલ્ટ બંધાવ્યા

  • 5 years ago
અમદાવાદ: 25 ડિસેમ્બરે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલમાં કાંકરિયા વ્યાયામ શાળા પાસે બાળકો માટે બાળનગરી બનાવી છે આ બાળનગરીમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા બાળકો માટે ઉભી કરવામાં આવેલી અલગ અલગ રાઇડ્સ (રમતોના સાધનો) બાળકો માટે જોખમી બની હોવા અંગે DivyaBhaskarએ બપોરે 12 વાગ્યે Exclusive અહેવાલ પ્રકાશિત કર્યો હતો આ અહેવાલ તૈયાર કરવા માટે DivyaBhaskarએ બાળનગરીની મુલાકાત લીધી ત્યારે તેમાં ઉભી કરાયેલી રાઇડ્સમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો બાળનગરીમાં 20 ફૂટથી વધુ ઊંચો મંકી બ્રિજ બનાવ્યો છે જેના પરથી બાળકોને ચાલીને જવાનું હોય છે, પરંતુ બાળકો માટે સેફ્ટી બેલ્ટ, નીચે ગાદલા કે હેલ્મેટની વ્યવસ્થા કરવામાં આવી નથીમંકી બ્રિજ પરથી જો બાળક નીચે પડે તો તેને માથામાં તેમજ અન્ય ભાગે ગંભીર ઇજા થઇ શકે છે અને જિંદગી જોખમમાં મુકાઈ શકે છે જ્યારે ટાયર ચીમનીમાં પણ અંદરથી પસાર થઈ 10 ફૂટ ઉપરથી બાળકોને નીચે ઉતરવાનું હોય છે જેના માટે ટાયર નીચે કોઈ સેફ્ટીની વ્યવસ્થા નથી

Recommended