એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં બાસ્કેટબૉલના જાદુગર કોબે બ્રાયંટનું નિધન

  • 5 years ago
અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે બ્રાયન્ટ રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયન્ટનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે

Recommended