ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત, સરકારે કરેલી મરજિયાતની જાહેરાત હાઈકોર્ટે રદ્દ કરી

  • 4 years ago
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 4 ડિસેમ્બરે કરેલી રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાતને આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ બાતલ ઠેરવી છે આજથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં હેલ્મેટ મરજિયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી ફરજિયાત છે તેવું કહ્યું હતું રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 જોગવાઇ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કેન્દ્ર સરકારના ફરજિયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો છે તે ગેરબંધારણીય નિર્ણય છે જે મામલે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં

Recommended