રાજ્યને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય, બમ્પર જાહેરાતો કરી

  • 4 years ago
આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બપોરે 210એ બજેટ શરૂ થયું હતું હવે ગુજરાત સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક રૂ 10800 આપશે એટલે ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ900 અપાશે ખેડૂતોને ખુશ કરતો નિર્ણય લઈને પાકવીમા યોજના સરકારે મરજીયાત કરી છે તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડની ફાળવણી કરી છે નાણામંત્રી નીતિન પટેલે રૂ 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું