દોષી પવનની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, કાલે સવારે 6 વાગે ફાંસીનો સમય નક્કી કરાયો

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ સુપ્રીમ કોર્ટ સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી હવે પવન પાસે માત્ર રાષ્ટ્રપતિને દયાની અરજીનો જ વિકલ્પ બાકી રહ્યો છે નોંધનીય છે કે, પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરીને ચારેયને ફાંસી આપવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરી છે રવિવારે તેના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, આ કેસ મોતની સજા સાથે જોડાયેલો છે, તેથી તેની પિટીશન વિશે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ

આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને 2 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું અક્ષયે અરજીમાં કહ્યું હતું કે, તેણે નવી દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી છે અને તે વિશે હજી કોઈ નિર્ણય આવ્યો નથી તેના વકીલના જણાવ્યા પ્રમાણે ગઈ દયા અરજીમાં પૂરતા તથ્યો નહતા, તેથી તે ફગાવવામાં આવી હતી

Category

🥇
Sports

Recommended