• 4 years ago
અમદાવાદ:શહેરના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારીએ રસ્તા રીપેર કરવા બાબતે રજુઆત કરવા આવેલા ભાઈપુરા વોર્ડના સ્થાનિક રહીશો પાસે ભારતના જવાબદાર નાગરિક હોવાના પુરાવા માંગ્યા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ભાઈપુરા વોર્ડના રહીશો રસ્તાની બાબતે રજુઆત કરવા ગયા ત્યારે તમે જવાબદાર નાગરિક હોવાનો પુરાવો આપો કહી ટેક્સ બિલ માંગ્યું હતું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ રીતે નાગરિક હોવાના પુરાવા માંગવાની ઘટના ચર્ચાનો વિષય બની છે
નાગરિકતાના કાયદાનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે જેની વચ્ચે પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારીનો વિડીયો વાઇરલ થયો છે જેમાં રસ્તા રીપેર કરવા બાબતે રજુઆત કરવા આવેલા ભાઈપુરા વોર્ડના સ્થાનિક રહીશો પાસે જે જગ્યાની રજુઆત કરવા આવ્યા છે ત્યાંના જવાબદાર નાગરિક છો તે સાબિત કરવાનું કહી તેમની પાસે ટેકસ બિલ માંગ્યું હતું રજુઆત કરનાર નાગરિક જ્યારે રજુઆત કરવા પુરાવો અને સાબિતી આપવી પડે તેવું પૂછે છે ત્યારે તેજસ ભંડારી હા સાબિતી આપવી પડે તેમ કહે છે આ વીડિયોને લઈ હાલ સ્થાનિક લોકોમાં રોષ ફાટ્યો છે કે હવે રજુઆત કરવા ભારતના નાગરિક હોવાના પુરાવા આપવા પડશે ?

Category

🥇
Sports

Recommended