શહેરમાં ઉડી અબીલ-ગુલાલની છોળો, રેઈન ડાન્સ, મડ ડાન્સ અને તિલક હોળીથી ઉજવણી કરી

  • 4 years ago
અમદાવાદઃ રાજ્યભરમાં આજે ધુળેટીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હોળીની અમદાવાદીઓએ પણ ઉજવણી કરી છે શહેરમાં સોસાયટીથી લઈ બંગ્લોઝ અને પોળમાં યુવા હૈયાઓ હોળીના રંગે રંગાયા છે શહેરીજનોએ એકબીજાના ચહેરા પર લગાવી ચહેરાઓને રંગીન બનાવી દીધા હતાં તેમજ ગરબે ઘુમતા પણ જોવા મળ્યા હતા તેની સાથે સાથે રાગ-દ્વેષ ભુલીને એકબીજાને ગળે મળીને રંગ પર્વની ઉજવણી કરી છે શહેરના બાપુનગર, ઈસનપુર, ચાંદખેડા, રખિયાલ, થલતેજ, સાબરમતી, નિકોલ, ઓઢવ, નારણપુરા, બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, મોટેરા, લાલ દરવાજા અને સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળો ઉડતી જોવા મળી રહી છે જેમાં ક્યાંક ટોમેટો, તિલક હોળી તો ક્યાંક રેઈન ડાન્સ અને મડ ડાન્સ જોવા મળી રહ્યાં છે

Category

🥇
Sports

Recommended