મંગળવારે કરો વિનાયકની ભાવપૂર્વક આરતી

  • 2 years ago
ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની આસ્થાનો મહિમા..જેથી જ આપણે ડગલે ને પગલે કરીએ છીએ ઈશ્વરની ઉપાસના...આજે છે જેઠ સુદ સાતમ અને મંગળવાર....આજની સફરમાં ગણેશજીની આરાધના કરીશુ આરતી અને ભજનને સંગ .....ઉપરાંત ગાંધીનગરનાં માણસા તાલુકામાં સ્થાપિત વિહારિયા હનુમાન ધામનાં કરીશુ દર્શન અને ખાસ વાતમાં જીવનમાં દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા અને સફળતા હાંસલ કરવા ગણપતિનાં સોળાક્ષરી મંત્રનો મહિમા જણાવશે શાસ્ત્રીજી મહારાજ. તો આવો ત્યારે આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો..
ગણનાયક ,જ્ઞાન ગુણ નિધાના ,પૂજિત પ્રથમ ,રૂપ ભગવાના....ગણેશ ચોપાઈનાં એક ચરણમા શ્રી ગણેશ વંદના આ રીતે કરવામાં આવી છે ભગવાન શ્રી ગણેશ વિદ્યા -બુદ્ધિ દેનારા ,વિઘ્ન વિનાશક ,મંગલકારી ,રક્ષણકર્તા , મનોકામના પૂર્ણ કરનારા , સિદ્ધિ ,સમૃદ્ધિ ,શક્તિ ,,પ્રતિષ્ઠા , દીર્ઘાયુષ્ય શાંતિ આપનારા દેવ તરીકે પૂજનીય છે...તો ચાલો આજે મંગળવાર હોવાથી આ બધા જ ફળોની પ્રાપ્તિ માટે ગણેશજીની આરતીનાં કરીએ દર્શન....

Category

🗞
News

Recommended