સુરતમાં ચોરીની ઘટનાઓ વધી, ચોરો CCTV કેમેરામાં કેદ થયા

  • 2 years ago
સુરત શહેરમાં દિવસેને દિવસે સતત ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને કેટલીય ઘટનાઓ CCTVમાં સામે આવી રહી છે. ત્યારે હવે શહેરના રીઢા ગુનેગાર બેફામ બની રહ્યા છે.

કેટલાય ગુનેગારોને પોલીસ ઝડપી પાડે છે, તેમ છતાં પણ શહેરમાં તસ્કરોનો આંતક ઓછો થતો નથી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો મોબાઈલની દુકાનમાં ઘુસી

મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરી રહ્યા છે.

સચિન GIDCના સોમનાથ નગરમાં ઘટના બની

સુરતમાં મોબાઈલ અને કાપડની દુકાનમાં ચોરી થઇ છે. જેમાં સચિન GIDCના સોમનાથ નગરમાં આ ચોરીની ઘટના બની છે. તેમાં બે દુકાનોમાં હાથફેરો કરી ચોર ફરાર થયા છે. તેમજ
મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરી

ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સુરતમાં મોબાઈલ અને કાપડની દુકાનમાં ચોરી થઇ છે. તેમાં નોકર દ્વારા જ દુકાનમાં હાથફેરો કરવામાં આવ્યો છે.
તેમાં સચિન GIDC સ્થિત સોમનાથ નગરની બે દુકાનોમાં હાથફેરો કરી ચોર ફરાર થયા છે. તેમાં મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં મોબાઈલ સાથે સાથે જીન્સ પેન્ટની

ચોરી કરવામાં આવી છે. તેમાં સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. તથા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Category

🗞
News

Recommended