બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. જેમાં ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. તથા બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી પહોંચશે.

તેમજ 2.30થી 3.45 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે. તેમજ 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ શરૂ થશે. તથા 5.30 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે.

ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે

ઉલ્લેખનીય છે કે PM મોદી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે. બુલિયન એક્સચેન્જ 115 કરોડના પેઈડ-અપ કેપિટલથી તૈયાર થયુ છે. ગાંધીનગર ગિફ્ટસિટીમાં

ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ સ્થાપવા માટે કેન્દ્રીય નાણામંત્રીએ 2020ના કેન્દ્રીય બજેટની રજૂઆત વખતે જે જાહેરાત કરેલી

તે એક્સ્ચેન્જ રૂ.150 કરોડની ઑથોરાઇઝડ્ મૂડીથી અને રૂ. 115 કરોડની પેઇડ-અપ કેપિટલથી તૈયાર થઈ ચૂક્યું છે, જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય

ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના આવવા બાબતે જાહેરાત થયેલી, પણ છેલ્લી ઘડીએ એમણે આવવું માંડી વાળ્યું છે, ગુરુવારે સહકાર વિભાગ હેઠળના સાબર ડેરીના કાર્યક્રમમાં પણ તેઓ

આવ્યા ન હતા. જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે નાણામંત્રાલયના અન્ય બે જુનિયર મંત્રીઓ ગિફ્ટસિટીના ફંક્શનમાં હાજર રહેવાના છે.

બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી

દેશના પ્રથમ એવા આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ ખાતેથી સોનાની આયાત કરવા માટે લાયકાત ધરાવતા જ્વેલર્સનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આયાતી સોનાને સેફ

વોલ્ટમાં મૂક્વા માટે અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક્સ કંપની અને સુરતની માલ્કા અમિત જે.કે. લોજિસ્ટિક્સ-પ્રા.લિ. સર્વિસ પ્રોવાઇડર તરીકે નિશ્ચિત થયા છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ

બુલિયન હોલ્ડિંગ આઇએફએસસી લિમિટેડ દ્વારા ગિફ્ટસિટીમાં બુલિયન એક્સ્ચેન્જ સાથે બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશન અને બુલિયન ડિપોઝિટરી સિસ્ટમની સ્થાપના થઈ છે.

Recommended