• 2 years ago
ગુજરાતમાં 2022ની ચૂંટણી કૉંગ્રેસ રાજસ્થાન મોડલના સહારે લડશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી કે જો ગુજરાતમાં સત્તા પર આવીશું તો કૉંગ્રેસ રાજસ્થાનનું આરોગ્ય, પેંશન અને ખેડૂતોનું મોડેલ લાગુ કરશે. સરકારી કર્મચારીઓ માટે રાજસ્થાનની જેમ જૂની પેંશન યોજના લાગૂ કરાશે. જેમાં 2004 બાદના કર્મચારીઓને પણ જોડવામાં આવશે. તો આરોગ્ય ક્ષેત્રે મુખ્યમંત્રી ચિરંજીવી વીમા યોજના હેઠળ હોસ્પિટલોમાં કેશલેસ નિઃશુલ્ક સેવા અપાશે.  સાથે જ 10 લાખનો વીમો અને 5 લાખનો અકસ્માત વીમા કવચ પણ અપાશે. ખેડૂતો માટે અલગ બજેટની જોગવાઈ કરાશે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી, કૃષિ બિલ પર દર મહિને હજાર રૂપિયાની સબસિડી અપાશે.

Category

🗞
News

Recommended