પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભુજમાં ભવ્ય રોડ શો

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા છે. જેમાં ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે. તેમજ સ્મૃતિવનનું PM મોદી લોકાર્પણ કરશે. તથા સ્મૃતિ વનમાં કચ્છી સંગીત સાથે

PMનું સ્વાગત કરાશે. તથા સ્મૃતિ વનના મુખ્ય પ્રવેશ સમયે કચ્છી કલાકારો ગાયન કરશે.

કચ્છી લોકસંગીત સાથે એકતારો વગાડશે કલાકારો

આજે પ્રધાનમંત્રી મોદી કચ્છને 3 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેમાં ભુજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 કિલોમીટ લાંબો રોડ શો યોજાઇ રહ્યો છે. ત્યારે બાદ

PM કચ્છમાં ભૂકંપપ્રુફ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું પણ લોકાર્પણ કરશે. તો ગુજરાતના પ્રથમ કચ્છની સરહદ ડેરીના સોલાર પ્લાન્ટનું પીએમ લોકાર્પણ કરશે. તથા અંજારના વીર બાળક

સ્મારકનું લોકાર્પણ પણ કરશે.

ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ

ઉલ્લેખનીય છે કે 1745 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 357 કિલોમીટર લાંબી ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ છે. આ કેનાલથી કચ્છના 948 ગામ અને 10 જેટલા નગરોને પીવાનું

પાણી મળી રહેશે. કચ્છના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. આ 357 કિલોમટીર લાંબી કેનાલની નહેરોની વહન ક્ષમતા 120 ઘન મીટર પ્રતિ

સેકન્ડની છે. આ કેનાલ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ૩ ફોલ અને ૩ પમ્પિંગ સ્ટેશન સાથેની કેનાલ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો

છે.

Category

🗞
News

Recommended