રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન । સ્વાગત નહીં કરાતા સાંસદ વિફર્યા

  • 2 years ago
રાજ્યમાં માલધારી સમાજનું આંદોલન સમેટાઈ ગયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઢોર-વાડા નહીં હટાવવાની બાંહેધરી આપી છે. સરકારે માલધારી સમાજની વાત માનવા તૈયરી બતાવી છે. તંત્ર દ્વારા દિવાળી સુધી કોઈ તબેલા હટાવવાનો નિર્ણય લેવાયો. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે છે કે માલધારી સમાજે રોડ પર રઝળતા પશુઓને પાંજરે પુરાવાને બદલે સરકાર કોઈ બીજો વિકલ્પ શોધે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ ગઈકાલે જામનગરના દ્રોલ ખાતે બાગાયત પાક પરિષદ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ કાર્યક્રમ દરમિયાન ત્રણ પ્રધાનો સિવાય કોઈનું સ્વાગત કરવામાં ન આવતા સાંસદ પૂનમ માડમ વિફર્યા હતા અને ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સામે જ કલેક્ટરને ખખડાવી દીધા હતા. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ વૉર રૂમ’માં વધુ સમાચારો...

Category

🗞
News

Recommended