ભાવનગરમાં 100 કરોડના ખર્ચે 20 એકર જગ્યામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બનાવાયું

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત પ્રવાસે આવવાન છે ત્યારે તેઓ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સાથે જ વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર - RSC)નું પણ ઉદ્ઘાટન કરશે. આ વિજ્ઞાન કેન્દ્ર જે 20 એકરમાં જગ્યામાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં અનેક થીમ આધારિત ગેલેરીઓ જેવી કે મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી- ફિઝિયોલોજી અને મેડિસિન ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી સાયન્સીસ ગેલેરીનો સમાવેશ થાય છે.

Recommended