રાજ્યમાં ગૌમાતા પોષણ યોજનાનો PM મોદી દ્વારા શુભારંભ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે નવલી નોરતાના પાંચમા દિવસે એટલે કે આજે બીજા દિવસે PM મોદી અંબાજીના ચીખલા પહોંચ્યા હતા અને અહીં તેમણે રાજ્યમાં ગૌમાતા પોષણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાની વિરૂદ આપવામાં આવ્યું છે અને ગૌમાતાની સેવ કરવાની નેમ સાથે આ યોજના એક મહત્વનું પગલું છે. આ યોજના હેઠળ રાજ્યના ગૌશાળા અને પાંજરાપોળમાં ગાય-ભેસના નિભાવ માટે સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા બહાર પડાઈ છે, જેનો વડાપ્રધાન મોદી દ્વારા આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન મોદીના હસ્તે વિવિધ ગૌશાળા અને પાજરાપોળના ટ્રસ્ટને ગાય-ભેસોના નિભાવ ખર્ચ પેટે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં બજટેમાં પશુ દીઠ રૂપિયા 30 પ્રતિ દિન આપવાની જોગવાઈ અને રૂપિયા 500 કરોડની ફાળવણીને મંજુરી આપવામાં આપી હતી. ગુજરાત સરકારે વર્તમાન વર્ષના બજેટમાં આ ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરી હતી. જેમાં ગૌશાળાઓ અને પાંજરાપોળમાં માળખાકીય સુવિધાઓનું વિશેષ પ્રાવધાન હતું. એક ગૌવંશને પ્રતિદિન રૂપિયા 30 અને નંદીને રૂપિયા 40 ચૂકવવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

Recommended