182 ક્ષેત્રોમાં ઉમેદવારો શોધવા ભાજપ ભાઈબીજથી નિરીક્ષકોને મેદાને ઉતારશે

  • 2 years ago
વિધાનસભાના 182 મતક્ષેત્રોમાં ઉમેદવારો શોધવા અને એક રીતે ટિકિટવાંચ્છુઓના દાવા સ્વિકારવા ભાજપ ભાઈબીજથી લાભ પાંચમ એમ ત્રણ દિવસ નિરીક્ષકોને મેદાને ઉતારશે. ગુજરાત પ્રદેશ ભાજપે નિરીક્ષકોના નામો કે ટીમની જાહેરાત કર્યા વગર જ ગુરૂવારે પદાધિકારી, કાર્યકરોની સેન્સ મેળવવાની પ્રક્રિયા માટે 27, 28 અને 29 એમ ત્રણ દિવસ જે તે જિલ્લામાં જશે એમ જાહેર કરતા ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓમાં સળવળાટ પ્રસર્યો છે.

Recommended