વડોદરાની શી ટીમે 2022માં આત્મહત્યાનો પ્રયાસ કરનાર 93 લોકોનું કાઉન્સિલિંગ કર્યું

  • 2 years ago
વડોદરા શહેર પોલીસ દ્વારા શી-ટીમ અંતર્ગત જિંદગી હેલ્પલાઇન કાર્યરત છે. આ હેલ્પલાઇન દ્વારા જીવનથી હતાશ અને નિરાશ થયેલા લોકોને કાઉન્સેલિંગ પુરૂ પાડી તેઓને સકારાત્મકતા તરફ દોરી જઇ સારૂ જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવાના બનાવોમાં શી-ટીમ દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિઓના ઘરે જઇ તેઓ ફરીથી આવું પગલું ન ભરે તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પારિવારિક સમસ્યાઓથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરનારની સંખ્યા 49, આર્થિક તંગીના કારણે આત્મહત્યાનો પ્રયત્ન કરનારની સંખ્યા 10, માનસિક તનાવના કારણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરનારની સંખ્યા 12, બિમારીના કારણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરનારની સંખ્યા 07, અન્ય કારણોસર આત્મહત્યાનો પ્રયત્ન કરનારની સંખ્યા 15 એમ મળી કુલ 93 લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ છે.

Recommended