ખોડલધામના લોબીંગથી ગરમાયું રાજકારણ: રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક બની હાઇ પ્રોફાઇલ

  • 2 years ago
રાજકોટ શહેરની દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કરતા હાઇ પ્રોફાઇલ બની છે. આ બેઠક પર ખોડલધાના ટ્રસ્ટી સમેશ ટીલાવાળાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે નરેશ પટેલ અને ટીલાવાળાએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા છે.

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીંગ શરૂ કરી દીધું છે. સૌથી પહેલા અત્યારે રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. રાજકોટમાંથી લડવું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ આજે ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈને અમિત શાહને મળ્યા હતા અને ગોંડલ માટે ટિકિટની માંગ કરી હતી. ગોંડલમાં હાલ ગોંડલ જૂથ અને રીબડા જૂથ બંને પરિવાર માટે ટિકિટ માંગી રહ્યા છે. ત્યારે નવો જ પાટીદાર ચહેરો ઉતારે અને બંને ક્ષત્રિયોને સુચના આપે કે કમળને જીતાડવાનું છે તો નવાઇ નહીં.

Category

🗞
News

Recommended