સુરતમાં કુમારા કાનાણીના વિરોધી પર પ્રહાર: ભાજપે શું કર્યુ? બા ના ઘૂંટણ બદલાવ્યા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. પક્ષ-વિપક્ષના ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. ઉમેદવારો વિરોધીઓ પર નિશાન તાકવાનું ચૂકતા નથી. ત્યારે સુરતમાં વરાછા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ વિરોધી પર આકરા પ્રહારો કર્યા છે.

કુમાર કાનાણીએ એક જાહેર સભામાં કહ્યું કે આયુષ્યમાન કાર્ડ , મા કાર્ડમાં એક કાર્ડના પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ધારોકે ઘરમાં પાંચ વ્યક્તિ હોય તો સરકારે 25 લાખ રોકડા દવાખાના માટે સરકારે તમારા ઘરમાં મૂકેલા છે. કોઇ આપણને ગેરમાર્ગે દોરે, ખોટું બોલે અને આપણે ભરમાઇ જઇએ ખોટી વાતમાં આવી જઇએ... આપણી સામે જે ઉમેદવાર લડે છે ને એની બાના ઘૂંટણ પણ મા કાર્ડમાં બદલાવ્યા છે. પાછા અમને કહે છે કે ભાજપે કર્યું શું? બા ના ઘૂંટણ બદલાવ્યા.

Recommended