• 2 years ago
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર ઉજવણીની જગ્યાએ કોઈની મોતનું કારણ ન બને તે માટે જીવલેણ ઘાતક એવા ચાઈનીઝ દોરા અને નાયલોન દોરાના ઉપયોગ સામે પોલીસનો અનોખો જાગૃતિ પ્રયાસ સામે આવ્યો છે. મહિધરપુરા પોલીસ દ્વારા પીસીઆર વાનમાં ગલીએ ગલીએ આ દોરાનો ઉપયોગ ન કરવા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ચાઈનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરવા પોલીસની પીસીઆર દ્વારા જાહેરાત કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

Category

🗞
News

Recommended