વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં આજથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની એક મોટી ઘટના પણ સામે આવી છે. રોડ શો દરમિયાન અચાનક એક વ્યક્તિ તેમના વાહન પાસે પહોંચી ગયો અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દા પર હુબલીના પોલીસ કમિશનરે સુરક્ષા ભંગનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી.
Category
🗞
News