કેન્દ્રીય મંત્રી અશ્વની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા.
Category
🗞
News