રાજ્યમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડતાં ઠંડી વર્તાઈ. ભૂજ અને નલિયામાં 8 ડિગ્રી જોવા મળી ઠંડી. ઉત્તર ભારતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી જોવા મળી છે. આ સાથે દિલ્હી, ચંડીગઢમાં ધુમ્મસ જોવા મળી. આ સાથે અહીં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો હિમાચલમાં બરફવર્ષા જોવા મળી છે. આ સાથે રોહતાંગ પાસે બરફની ચાદર જોવા મળી છે. અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો અનેક સ્થળોએ વાહનવ્યવહાર હીમવર્ષાના કારણે ખોરવાયો હોવાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News